નીરજ ચોપરાએ ૮૮.૧૬ મીટરના થ્રો સાથે વેબ્બરને હરાવી પેરિસ ડાયમંડ લીગ જીતી

નીરજ ચોપરાએ ૮૮.૧૬ મીટરના થ્રો સાથે વેબ્બરને હરાવી પેરિસ ડાયમંડ લીગ જીતી

નીરજ ચોપરાએ ૮૮.૧૬ મીટરના થ્રો સાથે વેબ્બરને હરાવી પેરિસ ડાયમંડ લીગ જીતી

Blog Article


ભારતના ડબલ ઓલિમ્પિક મેડાલિસ્ટ અને વર્લ્ડ ચેમ્પિયન એથ્લીટ નીરજ ચોપરા પેરિસ ડાયમંડ લીગમાં ૮૮.૧૬ મીટરના થ્રો સાથે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં વિજયી રહ્યો હતો. દોહા ડાયમંડ લીગ અને પોલેન્ડની મેમોરિયલ ઈવેન્ટમાં બીજા સ્થાને રહેલા નીરજે તેના કટ્ટર હરિફ જુલિયન વેબ્બરને પરાસ્ત કરી આ ટાઈટલ મેળવ્યું હતુ. નીરજનું છેલ્લા બે વર્ષમાં આ પ્રથમ ડાયમંડ લીગ ટાઈટલ છે. અગાઉ દોહા અને પોલેન્ડની સ્પર્ધામાં નીરજને વેબ્બરે હરાવ્યો હતો.



 

 

Report this page